રશિયાના રાષ્ટ્પતિ વ્લાદિમીર પુતિન ભારત મુલાકાત દરમિયાન વ્ય્પારને વધુ વેગ મળશે ત્યારે પુતિન અને નરેન્દ્ર મોદીએ સયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે 7 મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષરની જાહેરાત કરી હતી જોકે આ કરારોમાં પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેથી આવનારા દીવાસોમાં ખુબ મોટો ફાયદો થવાનું માનવામાં આવી રહ્યું છે
•કોઑપરેશન અને માઇગ્રેશન એગ્રીમેન્ટ
•અસ્થાયી શ્રમિક ગતિવિધિ પર કરાર
•હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન પર કરાર
•ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ પર કરાર
•પોલર શિપ (Polar Ship) પર કરાર
•મેરિટાઇમ કોઑપરેશન પર કરાર
•ફર્ટિલાઇઝર (ખાતરો) પર કરાર

ફર્ટિલાઇઝર અંગેના કરારને ભારત માટે ફાયદો થઇ સકે છે આ કરાર હેઠળ, ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરશે અને ભારત હાલમાં રશિયાથી મોટા પાયે યુરિયાની આયાત કરે છે. સંયુક્ત ઉત્પાદન શરૂ થવાથી ભારતને યુરિયાની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. ભારતીય શ્રમિકો માટે આ કરાર ખૂબ સારા માનવામાં આવે છે આ કરારથી ભારતીય શ્રમિકો વ્યવસ્થિત રીતે રશિયા મુસાફરી કરી શકશે અને વધુ સારા પગાર મેળવી શકશે. યુરોપિયન દેશોમાં નિયમો કડક થતાં આ કરાર મહત્ત્વપૂર્ણ બન્યો છે. વડાપ્રધાન મોદીએ રશિયાના લોકો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી કે ભારતે રશિયનો માટે મફત ઇ-ટૂરિસ્ટ વિઝા શરૂ કર્યા છે, જે 30 દિવસ માટે માન્ય રહેશે. નોંધનીય છે કે, કેનેડા અને યુકે જેવા યુરોપિયન દેશોમાં વધતા કડક સ્થળાંતર નિયમો વચ્ચે આ કરાર રાહત પૂરી પાડે છે.
