આમ તો શિયાળાની શરૂઆતથીજ તરસકારોની મોકળું મેદાન મળી જતું હોય તે પ્રકારે અવારનવાર ચોરીના બનાવો માં વધારો થતો નજરે પડી રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે હળવદ શહેરમાં આવેલ મહર્ષિ ટાઉનશીપ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રૂપિયા 20,000 તેમજ સોનાના દાગીના સહિતની ચોરીને અંજામ આપ્યો હતો
પ્રાપ્ત વિગત અનુસાર હળવદ શહેરના મહર્ષિ ટાઉનશીપ સોસાયટીમાં પરિવાર બહાર ગામ ગયો હતો અને તસ્કરો એ આ બંધ મકાનની ટાર્ગેટ કરી રૂપિયા 20,000 તેમજ સોનાના દાગીના ની ચોરીને અંજામ આપ્યો હતો એક તરફ પોલીસ પેટ્રોલિંગની વાતો સંભળાઈ રહી છે પરંતુ દિવસે ને દિવસે ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસની પેટ્રોલિંગ પર પણ સવાલ ઉદભવી રહ્યા છે હાલ તો સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં શું આવા બનાવો ફરી બનશે કે પછી પોલીસ પેટ્રોલિંગ વધારશે તેઓ સવાલ જોવા મળી રહ્યો છે
