Saturday, December 6, 2025
Homeગુજરાતમોરબીમોરબીમાં ખનીજ માફિયા બેફામ, અધિકારીઓની ખરા અર્થમાં કહી શકાય તેવી દરોડાની...

મોરબીમાં ખનીજ માફિયા બેફામ, અધિકારીઓની ખરા અર્થમાં કહી શકાય તેવી દરોડાની કામગીરી ક્યારે?

આમ તો ખનીજ ચોરીની ઘટના સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે કેટલાક જિલ્લામાં ચોરીને રોકવા અમુક અધિકારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે સતત પેટ્રોલિંગ કરી અને ખનીજ માફિયાઓને ઝડપી પાડી રહ્યા છે પરંતુ મોરબી જિલ્લામાં અમુક વિસ્તારોમાં જાણે ખનીજ ચોરી રોકવી ખૂબ જ કઠિન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે

સૌરાષ્ટ્રના સુરેન્દ્રંનગર અને મોરબી બંને જિલ્લાઓ કે જ્યાં સતત ખનીજ માફીઆઓ બેફામ બનીને ખનીજ ચોરી કરતા નજરે પડી રહ્યા છે ત્યારે આ બંને જિલ્લામાંથી ખનીજ માફીઓને રોકવા માટે ઊડીને આંખે વળગે તેવી કામગીરી જોવા મળી રહી છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ખનીજ ચોરી પકડાઈ રહી છે તો બીજી તરફ છાશવારે ખનીજ ચોરી પકડાઈ રહી છે

ચોટીલા વિસ્તારમાં ખનીજ માફીયાઓને રોકવા માટે અધિકારીઓ રાત દિવસ દરોડાની કામગીરી હાથ ધરી રહ્યા છે અને બીજી તરફ મોરબી જિલ્લામાં જાણે સામાન્ય ખનીજ ચોરી થતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છાશ વારે વીજ લન્સની ટીમ દ્વારા મોરબી જિલ્લામાં ખનીજના દરોડા જોવા મળી રહ્યા છે પણ સ્થાનિક લેવલ પર માત્ર ખાના પૂરતી જેવી કામગીરી થતી હોય તેવી સ્થિતિ બની છે.શું મોરબી જિલ્લામાં ખનન માફી આવો ખનન કરતા નથી દેખાતા કે પછી અધિકારીઓના આશીર્વાદથી હાઇવે ઉપર ખનીજ ચોરી કરીને જતા ડમ્પરે અધિકારીઓને નથી દેખાતા તેઓ સવાલ અવારનવાર જોવા મળી રહ્યો છે

હાલમાં જ હળવદ ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીની અંદર રેતીનું ખનન કરતા હિટાચી અને ડમ્પર ને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું છે જોકે આ હિટાચી અને ડમ્પરને હળવદ પોલીસને હવાલે કરી ખાણ ખનીજ ની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સવાલ ઘણા બધા ઉત્પન્ન થઈ રહ્યા છે કે શું મોરબી જિલ્લામાં ચાલતા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ક્યાંથી આવી રહ્યા છે શું એ રેતી ચોરી નથી કરતા કે પછી ખાણ ખનીજ વિભાગના આશીર્વાદથી આવા ખનીજ માફીઆઓ બેફામ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે

RELATED ARTICLES

Most Popular